Rajkot: રાજકોટ જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓ બન્યા શિક્ષક: રાજકોટની તમામ આંગણવાડીઓ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ

તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર વર્ષે શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે પાંચ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક સ્વરૂપે શિક્ષણની કામગીરી અને શાળા વ્યવસ્થાપન કરતા હોય છે.
શિક્ષક દિવસ અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડીના ભૂલકાઓ પણ શિક્ષક બન્યા હતા.જેમા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ના ગોંડલ ઘટક -૧ ના દેરડી સેજાના આંગણવાડી કેન્દ્ર દેરડી – ૩મા તથા ઉપલેટા સેજાના ઉપલેટા-૧૧ આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણીમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. સાથે જ ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગોંડલ ઘટક એકના તમામ સેજામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં સાથે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ વગેરે બની દેશભક્તિનો સંદેશ પણ આપ્યો હતો.
પોષણ માહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ ગોંડલ ઘટક-૧ દ્વારા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે સગર્ભા માતા, ધાત્રી માતા તથા કિશોરીઓને એનિમીયા, બાળકો માટે પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ વિશે માહિતી આપી હતી તેમજ ટી.એચ.આર અને મિલેટમાંથી વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું.
મોવિયા સેજામાં એનિમિયા વિશે શાળામાં કિશોરીઓને માર્ગદર્શન આપેલ અને પોષણ રેલીનું આયોજન તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત સાક્ષર ભારત સશક્ત ભારત સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો સપ્ટેમ્બર માસ દરમિયાન ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સોનલબેન વાળા મુખ્ય સેવિકા પીન્ટુબેન દવે, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ધવલભાઇ પરમાર, એન.એન.એમ કોર્ડીનેટર હેતલબેન ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા.







