Rajkot: ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજકોટમાં આયોજિત રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ જાહેર

તા.૩૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને ખેલ મહાકુંભ રાજકોટ મહાનગરપાલિકા અમલીકરણ સમિતિ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષા જુડો બહેનો અં-૧૪, અં-૧૭, તથા ઓપન એઇજ સ્પર્ધાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. જે સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે. જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dsdo-rajkot@gujarat.gov.in મેઈલ પર તા.૦૧/૦૧/૨૦૨૫ સુધીમાં અચુક મોકલી આપવા જણાવવામાં આવે છે.
ખેલ મહાકુંભ-૨૦૨૫ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા અંતર્ગત બહેનો અં-૧૪, અં-૧૭, તથા ઓપન એઇજ સ્પર્ધા અંગેનો કાર્યક્રમ વિગતવાર જોઈએ તો, અં-૧૪ બહેનો જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતિય માટે રિપોર્ટિંગની તારીખ અને સમય તા.૩૧/૧૨/૨૦૨૫ સાંજે ૦૫:૦૦થી ૦૭:૦૦ કલાકે ઈવેન્ટ વજન ૨૩ કિલોગ્રામ, ૨૭ કિલોગ્રામ, ૩૨ કિલોગ્રામ, ૩૬ કિલોગ્રામ માટે સ્પર્ધા તા. ૧-૧-૨૦૨૬ના સવારે ૮ કલાકથી શરૂ થશે. અં-૧૪ બહેનો રાજ્યકક્ષા માટે તા.૧-૧-૨૦૨૬ બપોરે ૩ કલાકે ઈવેન્ટ ૪૦ કિલોગ્રામ, ૪૪ કિલોગ્રામ અને ૪૪ કિલોગ્રામથી વધુ માટે વજન, તારીખ અને સમય તા.૧-૧-૨૦૨૬ સાંજે ૫ થી ૭ કલાક સુધી, સ્પર્ધા તારીખ ૨-૧-૨૦૨૬ના રોજ સવારે ૮ કલાકથી શરૂ થશે.
અં-૧૭ બહેનો જિલ્લાએથી પ્રથમ, દ્વિતિય માટે રિપોર્ટિંગ તા. ૨-૧-૨૦૨૬ના રોજ બપોરે ૩ કલાકથી થશે. ઈવેન્ટ વજન ગ્રુપ ૩૬ કિલોગ્રામ, ૪૦ કિલોગ્રામ, ૪૪ કિલોગ્રામ, ૪૮ કિલોગ્રામ,૫૨ કિલોગ્રામ માટે તારીખ ૨-૧-૨૦૨૬ સાંજે ૫થી ૭ કલાક, સ્પર્ધા તારીખ ૩-૧-૨૦૨૬ સવારે ૮ કલાકથી શરૂ થશે. અં-૧૭ બહેનો સીધી રાજ્યકક્ષાએ સ્પર્ધા માટે રિપોર્ટિંગની તા.૩-૧-૨૦૨૬ના રોજ બપોરે ૩ કલાકથી રહેશે. ઈવેન્ટ વજન ગ્રુપ ૫૭ કિલોગ્રામ, ૬૩ કિલોગ્રામ, ૭૦ કિલોગ્રામ અને ૭૦થી વધુ કિલોગ્રામ માટે તારીખ ૩-૧-૨૦૨૬ સાંજે ૫ થી ૭ કલાક સુધી ચાલશે, સ્પર્ધા તારીખ ૫-૧-૨૦૨૬ના રોજ સવારે ૮ કલાકથી શરૂ થશે.
ઓપન શ્રેણીમાં જિલ્લા કક્ષાએથી પ્રથમ અને દ્વિતિય વયજૂથમાં રિપોર્ટિંગ તારીખ ૪-૧-૨૦૨૭ બપોરે ૩ કલાકથી શરૂ થશે.૪૪ કિલોગ્રામ, ૪૮ કિલોગ્રામ, ૫૨ કિલોગ્રામ અને ૫૭ કિલોગ્રામ શ્રેણી માટે તારીખ ૪-૧-૨૦૨૬ના રોજ સાંજે ૫થી ૭ કલાક સુધી રહેશે તેમજ સ્પર્ધા તારીખ ૫-૧-૨૦૨૫ના રોજ સવારે ૮ કલાકથી શરૂ થશે. ઓપન શ્રેણી બહેનો માટે સીધી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે રિપોર્ટિંગની તારીખ ૫-૧-૨૦૨૬ના રોજ બપોરે ૩ કલાકનો રહેશે. ઈવેન્ટ વજન ગ્રુપ ૬૩ કિલોગ્રામ, ૭૦ કિલોગ્રામ,૭૮ કિલોગ્રામ અને ૭૮ કિલોગ્રામથી વધુ વજન શ્રેણી માટે તારીખ ૫-૧-૨૦૨૬ સમય બપોરે ૫થી ૭ કલાક સુધી રહેશે જ્યારે સ્પર્ધા ૬-૧-૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યાથી શરૂ થશે.
રિપોર્ટિંગ સ્થળ SAG સ્પોર્ટસ હોસ્ટેલ, પોલીસ કમિશનરશ્રી બંગ્લોની બાજુમાં, સીટી પોલીસ હેડ ક્વાર્ટરની પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે રહેશે. રિપોર્ટિંગ માટે શ્રી જે.એલ. ખોલકીયા મો.૯૪૨૯૫૮૯૨૨૯, શ્રી રમેશભાઈ સોઢા – મો. ૯૪૨૮૪૩૮૧૩૭ તેમજ નિવાસ માટે બ્રિજેશભાઇ મો. ૭૬૯૮૮૨૧૯૯૩ને સંપર્ક કરી શકાશે. સ્પર્ધા SAG સ્પોર્ટસ કોમ્પલેક્ષ, વિમલનગર રોડ, યુનિર્વસીટી પોસ્ટ ઓફિસ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. સ્પર્ધા કન્વીનર દ્રષ્ટિબેન બાંભણીયા – મો. ૭૯૮૪૧૦૯૯૮૮ (જુડો કોચ, DLSS), શ્રી આકાશભાઇ (જુડો હેડ કોચ, SAG) મો. ૯૭૧૪૫૬૧૬૮૩ને સંપર્ક કરી શકાય છે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.



