ARAVALLIGUJARATMODASA

મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને વૃક્ષારોપણ માટે નવતર પ્રયોગ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને વૃક્ષારોપણ માટે નવતર પ્રયોગ

મોડાસા નગરમાં વર્ષાઋતુનું આગમન થઈ ચક્યું છે,ત્યારે વનવિભાગ સહિત અનેક સંસ્થાઓ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના શહેરને વધુ લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરે તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે હેતુસર વન મહોત્સવ અંતર્ગત મોડાસા નગર પાલિકા દ્વારા ઘર આગળ,કોમન પ્લોટમાં અને દુકાન આગળ વૃક્ષારોપણ કરવા અનોખી પહેલ કરી છે. જેમાં માત્ર મોડાસા શહેર વિસ્તાર માટે શહેરીજનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા નગરપાલિકા દ્વારા એક સ્કેનર કોડ જાહેર કરવામાં આવ્યો છે.મોડાસાના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સોસાયટી,મહોલ્લા માં કે કોઈ પણ સ્થળે વાવેતર કરવા કોડનો સ્કેન કરવો પડશે અને સ્કેન કર્યા બાદ ફોર્મમાં નામ સોસાયટી નામ,વૃક્ષોની વાવેતરની સંખ્યા ફોર્મ ભર્યા બાદ ફોર્મ સબમિટ ના 5 દિવસમાં નગરપાલિકા આપના ઘરે આવીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું.જેમ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય તેમ રોપે રોપે હરિયાળી થાય. માટે સામાજિક વનીકરણ દ્રારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જાગૃતિ અને માવજતથી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળી હરાવીએ સરકારના વન મહોત્સવ અને નગર પાલિકાના વૃક્ષારોપણના વિકાસ કામોમાં સહયોગી બનીએ’તેવા પર્યાવરણ જાગૃતિ અભિયાન મોડાસા નગરપાલિકા ચલાવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!