GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ‘‘ડિજિટલ ગુજરાત’’ પોર્ટલ પર આજથી અરજી કરવાનું શરૂ

તા.14/11/2025

વાત્સલયમ્ સમાચાર

૧૫ દિવસ સુધી અરજી કરી શકાશે

રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા “કૃષિ રાહત પેકેજ-ઓકટોબર-૨૦૨૫માં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો લાભ મેળવવા માટે ફોર્મ ભરવા માટે તા. ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૧૫ દિવસ માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા અને વિછીયા તાલુકાના ખેડૂતભાઈઓને “કૃષિ રાહત પેકેજ-ઓકટોબર-૨૦૨૫નો લાભ મળશે. આ કૃષિ પેકેજનો લાભ મેળવવા માટે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂત ખાતેદાર દ્વારા વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણો અનુસાર ૩૩% કે તેથી વધુ પાક નુકસાન થયેલ હોય તેમને digitalgujarat પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જરૂરી સાધનિક કાગળો જેવાકે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો/ગામ નમુના નં ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે), મોબાઈલ નંબર, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના-વાંધા અંગેનો સંમતિ પત્ર” સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

“કૃષિ રાહત પેકેજ ” નો લાભ મળવા પાત્ર હોય તેવા ખેડૂતો ઉપર દર્શાવેલ જરૂરી દસ્તાવેજો સાથે તા. ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૧૫ દિવસ માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!