Rajkot: બરવાળા-રાજાવડલા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ.૧.૮૦ કરોડનાં ખર્ચે ૩.૮૦૦ કિલોમીટરનો નવો રસ્તો બનશે
નાગરિકોનું જીવન ધોરણ ઊંચુ લાવવું એ જ અમારો વિકાસ મંત્ર: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના ખોડીયાર મંદિર, બરવાળા – રાજાવડલા રોડ ખાતે રીસરફેસિંગ ટુ રોડ્સ ઓફ એસ.એચ ટુ બરવાળા- રાજાવડલા (જસ) રોડનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
રૂ.૧.૮૦ કરોડનાં ખર્ચે બનનાર આ રોડ ૩.૮૦ કિલોમીટર લાંબો તેમજ ૩.૭૫ મીટર પહોળો બનશે. ૧૧ માસમાં બનનાર આ રોડમાં ત્રણ લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટી કામ તેમજ સી.સી. રોડ કરાશે. રોડમા ૬ નંગ પાઈપવાળા નાળા તેમજ જરૂરિયાત મુજબ પ્રોટેક્શન વોલ તેમજ રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા આસપાસનાં ગામ લોકોને તેમજ ખેડૂતોને વાહન ચલાવવામાં સરળતા રહેશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતુ કે, નાગરિકોનું જીવન ધોરણ ઊંચુ લાવવું એ જ અમારો વિકાસ મંત્ર છે. જન કલ્યાણકારી યોજનાઓ તેમજ વિકાસનાં કામો નાગરિકોનાં ઘર સુધી પહોચી રહ્યાં છે.
લાભાર્થી નાગરિકોને અનાજ, ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પશુપાલન સહિત તમામ ક્ષેત્રે થઈ રહેલા વિકાસના આપણે સૌ સાક્ષી છીએ, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત સહિત સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યોં છે. આ દેશને વિકસિત દેશ બનાવવા આપણે સૌ સાથે મળીને મહેનત કરીએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.
અગ્રણી શ્રી જેશાભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનમાં મહેમાનોને આવકારી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ આ રસ્તાની રૂપરેખા આપી હતી. રસ્તાનું કામ વહેલી તકે તેમજ ગુણવત્તાસભર બનશે તેમ તેમણે કહ્યું હતુ.
આ તકે સરપંચશ્રીઓ તેમજ આગેવાનોએ મંત્રીશ્રીનું સન્માન કર્યું હતુ. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણીશ્રી મુકેશભાઈ મેર, શ્રી મગનભાઈ, શ્રી ભોળાભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી કલ્પેશભાઈ સહિત અગ્રણીઓ, વિવિધ ગામોનાં સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.