Rajkot: વિંછીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે
તા.૧૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યના નાગરીકોના શહેર કે તાલુકા કક્ષાના પ્રશ્નોના અસરકારક અને ન્યાયીક ઉકેલ તાલુકા કક્ષાએ જ આવે, તે માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત વિંછીયા તાલુકાના પ્રશ્નો માટે આગામી તા. ૨૪ સપ્ટેમ્બરના, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદારશ્રી, વિંછીયાના અધ્યક્ષસ્થાને યોજાશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને અરજી કરી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. ગ્રામ અને તાલુકા કક્ષા એ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ, તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજૂઆત કરવાની રહેશે. અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે અને એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆતો કરી શકાશે નહીં.
આ કાર્યક્રમમાં ઉપરોક્ત કેટેગરીની અરજીઓ સ્વીકારાશે, તે સિવાયની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમ વિંછીયા તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે.