Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટનાં વોર્ડ નં-૧૧માં વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યુ
તા.૧૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ.૬.૭૪ કરોડથી વધુ રકમનાં ખર્ચે વગડ ચોકથી કનૈયા પાર્ટી પ્લોટ સુધી નવો રોડ બનશે*
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટના વોર્ડ નંબર-૧૧માં વિકાસના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ વોર્ડ નં.૧૧, વગડ ચોકડી, પાળ રોડ ખાતેના વગડ ચોકથી કનૈયા પાર્ટી પ્લોટના નવા સી.સી રોડનો શુભારંભ કરાવ્યો હતો.
મહાનગરપાલિકા હસ્તકનો આ રોડ રૂ.૬.૭૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનશે. રોડ બનવાથી મવડી, અંબિકા ટાઉનશીપ તથા આ વિસ્તારની સોસાયટી તેમજ આસપાસનાં ઔદ્યોગિક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ કામ આશરે ૧૩૦૦ રનિંગ મીટર લંબાઇમાં તેમજ ૧૫ મીટર પહોળાઈમાં કરવામાં આવશે.
ખાતમુહૂર્તના પ્રસંગે મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકોને શુભકામના પાઠવી હતી. આ તકે ઉપસ્થિત નાગરિકોએ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણીશ્રી માધવભાઈ દવે, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, , પૂર્વ મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટરશ્રીઓ સહિત અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.