GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને લોકસભા ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજાઇ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ઇ.વી.એમ. ડિપ્લોયમેન્ટ, સ્ટાફની તાલીમ તેમજ મતદારોને આવશ્યક સુવિધા વિષે ચર્ચા કરાઈ: દરેક બુથ પર ફેસીલીટેશન સેન્ટરનું થશે નિર્માણ

Rajkot: કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી અનુસંધાને પોસ્ટલ બેલેટ તેમજ ૭મી મેના રોજ યોજાનાર મતદાનના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંસદીય વિસ્તારની સર્વે વિધાનસભા બેઠકના એ.આર.ઓ. વર્ચ્યુઅલી જોડાયા હતા. જેમાં મતદાર યાદી, સ્ટાફની તાલીમ, વિવિધ પ્રકારના બૂથો જેવા કે સખી, દિવ્યાંગ, મોડલ અને યુવા સંચાલિત બુથોની વ્યવસ્થા, બુથ પરના સ્ટાફ અને મતદારોને આવશ્યક સુવિધાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ ગેરહાજર, શિફટ થયેલા મતદારોની યાદી ઉપરાંત પોસ્ટલ બેલેટ મતદાન, ઇ.વી.એમ. ડિપ્લોયમેન્ટ, વાહનોની જરૂરિયાત, વોટર્સ ટર્ન આઉટ એપ્લિકેશન પર ડેટા એન્ટ્રી અને ખાસ મતદાન મથકો પર લોકોને ગરમીથી બચાવવા માટે મંડપ, ફાયર સેફ્ટીના સાધનો વગેરેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. મતદાન મથકો પર ભીડ ન થાય તેમજ મતદારોને આવશ્યક માર્ગદર્શન મળી રહે તે માટે ફેસિલીટેશન સેન્ટરનું નિર્માણ કરવા તેમજ સંભવત: પ્રતિ વ્યક્તિ ૨૦ સેકન્ડમાં મતદાન કરી બહાર આવી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવા એ.આર.ઓ.ને સૂચના આપી હતી. રાજકોટ જિલ્લામાં એક બિલ્ડિંગમાં એકથી વધુ બુથ હોય કે બિનજરૂરી ભીડ થતી હોય તેને ટાળવા માટે એન.સી.સીના કેડેટ સ્વયંસેવકો તરીકે આપશે તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મૂછારે વિવિધ ફોર્મ તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની આવશ્યક તૈયારીઓ વિષે ચર્ચા કરી હતી. સાથે જ દરેક વિધાનસભા મતવિસ્તારના એ.આર.ઓને સંવેદનશીલ મતદાન મથકોની વિશિષ્ટ તૈયારીઓ, મોકપોલ, વેબકાસ્ટીંગની વ્યવસ્થા, સુરક્ષા દળોની ટુકડીઓની આવશ્યકતા વગેરેનું માઇક્રો પ્લાનિંગ કરવા પર ભાર મૂક્યો હતો. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સંવેદનશીલ મતદાન મથકો ખાતે સી.એ.પી.એફ ટુકડી, માઈક્રો ઓબ્ઝર્વર અથવા તો વેબકાસ્ટિંગ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે.જેમાંના અતિ સંવેદનશીલ બુથ પર સમગ્ર મતદાન સી.આર..પી.એફ ટુકડીની હાજરીમાં થશે. હાલમાં બી.એલ.ઓ દ્વારા મતદાર કાપલી અને આમંત્રણ પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે જે કામગીરીની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર શ્રી ચેતન ગાંધી, ડી.આર.ડી.એ નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સી. વિજીલના નોડલ શ્રી એચ. કે. સ્વામી, પ્રાંત અધિકારીશ્રીઓ ચાંદની પરમાર, નિશા ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, સ્વીપ નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવી, નોડલ અધિકારીશ્રીઓ કેતન ખપેડ,એ.એસ.મંડોત, તપન પાઠક, એચ.વી.દિહોરા,વિમલ ચક્રવર્તી, કણઝારીયા, મામલતદારશ્રી કાકડીયા, શ્રી ચૌહાણ તેમજ શ્રી દવે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!