કાલોલ તાલુકાના પીંગળી ગામે સંતશ્રી રોહિદાસ જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

તારીખ ૧૩/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ પંચમહાલ એકમની પ્રેરણા થી અને પીંગળી રોહિત પંચના સહયોગથી પીંગળી ખાતે સંત શિરોમણી રોહિદાસ મહારાજની ૬૪૮ મી જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શુભ શરૂઆત સંત શ્રી રોહિદાસના સૌથી પ્રિય ભજન પ્રભુજી તુમ ચંદન હમ પાની.થી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ૩૬ પરગણાના પ્રમુખ ભરતભાઈ સોલંકી કર્યું હતું.આ પ્રસંગે પી.ડી.સોલંકી સમરસતા મંચના અધ્યક્ષ,શનિ સ્વામી ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો, અનિલભાઈ પરમાર પ્રદેશ કારોબારી સભ્ય અને પ્રમુખ રવિદાસ વિદ્યાપીઠ પંચમહાલ બાબુભાઈ મકવાણા પ્રમુખ 52 પરગણા,ભરતભાઈ સોલંકી પ્રમુખ ૩૬ પરગણા, જગદીશભાઈ મકવાણા ઉપપ્રમુખ ૩૬ પરગણા,કોયાભાઈ મકવાણા ઉપપ્રમુખ શ્રી ૩૬ પરગણા, પરષોત્તમભાઈ સોલંકી,સુનિલભાઈ મકવાણા, ભાવેશભાઈ સોલંકી,રાકેશભાઈ મકવાણા,નિલેશભાઈ ગોવિંદભાઈ ખજાનચી,કંચનભાઈ મકવાણા,કનુભાઈ ચૌહાણ, ડી.કે.અંજારિયા યોગેશભાઈ મકવાણાતથા વિશાળ સંખ્યામાં સમાજબંધુઓ અને પીંગળીના માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સંત શ્રી રોહિદાસ ગુરુ અને ડો. ભીમ રાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. મહેમાનોનું સ્વાગત કર્યા પછી પીંગળી ગામના વડીલ આગેવાનોનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.ગામની દીકરી દિપેક્ષાબેન સોલંકી દ્વારા મૈયા યશોદા. ગીત દ્વારા સુંદર નૃત્ય રજૂ કરાયું હતું. પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરતા પી.ડી.સોલંકી એ હિંદુ ધર્મમાં સમાનતા અને સમરસતા નો ભાવ પેદા કરવા ભાર મૂક્યો હતો ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્ય, મેવાડના મહારાણી મીરાબાઈ ના ગુરુ સંતોના ગગનમાં ધ્રુવ તારક, સામાજિક ક્રાંતિના પથ દર્શક, આધ્યાત્મિક ગુરુ, વિશ્વ વંદનીય સંત શિરોમણી રોહીદાસ ભગવાનની ૬૪૮ મી જન્મ જયંતી ની વિશે તથા સંત શ્રી રોહિદાસના જીવન અને કવન વિશે ઉદબોદન કર્યું હતું. અનિલભાઈ પરમાર પ્રમુખ રવિદાસ વિદ્યાપીઠ પંચમહાલે પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠના કાર્યો અને સામાજિક સમરતાના પ્રતીક સમા સંત શ્રી રોહિદાસનો જન્મ સંવત ૧૪૩૩ ની મહા સુદ પૂનમ આ ના દિવસે કાશીમાં થયો હતો તથા તેમના જીવન દ્વારા સમાજને સામાજિક સમરસતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વિશે સુંદર સમજ આપી હતી. શની સ્વામી, બાબુભાઈ મકવાણા, ભરતભાઈ સોલંકી, પરસોતમભાઈ સોલંકી, તથા જગદીશભાઈ મકવાણા અને સુનિલભાઈ મકવાણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોદન કર્યા હતા. કાર્યક્રમના અંતે આરતી ઉતારી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો કાર્યક્રમના અંતે મહાપ્રસાદ લઈ સર્વ છુટા પડ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ મકવાણા અને પરસોતમભાઈ સોલંકી કર્યું હતું.





