Rajkot: શાળાકીય રમતોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા રાજકોટ શહેર-ગ્રામ્ય શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-‘૨૬નું આયોજન કરાયું છે.
આ શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા બેડમિન્ટન અન્ડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથના ભાઈઓ-બહેનોની સ્પર્ધા મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં અન્ડર ૧૪ કેટેગરીમાં ૭૨, અન્ડર ૧૭ કેટેગરીમાં ૬૩ અને અન્ડર ૧૯ કેટેગરીમાં ૨૧ બહેનોએ ભાગ લીધેલ હતો. જે પૈકી અન્ડર ૧૪ કેટેગરીમાં પ્રથમ ક્રમે શ્રી શ્રેયા ડેનિસ આડેસરા (એસ.એન.કે. સ્કૂલ), દ્વિતીય ક્રમે શ્રી નિયતિ નેહલભાઈ ડોડીયા (એસ.એન.કે. સ્કૂલ) અને તૃતીય ક્રમે શ્રી અનુષ્કા મયુરભાઈ દવે (નિર્મલા કોન્વેટ સ્કૂલ) વિજેતા થયા હતાં
જ્યારે અન્ડર ૧૭ કેટેગરીમાં પ્રથમ ક્રમે શ્રી ન્યાસા રાહુલભાઈ મકવાણા (જી.કે. ધોળકિયા સ્કૂલ), દ્વિતીય ક્રમે શ્રી સાચી અંટાળા (એસ.એન.કે સ્કૂલ) અને તૃતીય ક્રમે શ્રી હર્ષવી ઝાલા (એસ.એન.કે. સ્કૂલ) વિજેતા થયા હતાં. તેમજ અન્ડર ૧૯ કેટેગરીમાં પ્રથમ ક્રમે શ્રી જાનવીબા ચુડાસમા (તપસ્વી સ્કૂલ), દ્વિતીય ક્રમે શ્રી હેતવી ગાંધી (એસ.એન.કે. સ્કૂલ) અને તૃતીય ક્રમે શ્રી મિસ્ટી ચણિયારા (એસ.એન.કે. સ્કૂલ) વિજેતા થયા હતાં, તેમ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.





