GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે પૂર્વ સૈનિકો અને તેઓના આશ્રિતો માટે યોજાનારી વિના મુલ્યે યોગ તાલીમ

તા.17/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: અમદાવાદના નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અને ગાંધીનગરના ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે “યોગ તાલીમ” માટે એમ.ઓ.યુ. અંર્તગત રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા યોગ તાલીમ આપવામાં આવશે.

રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ઈચ્છુક પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ/તેઓના આશ્રિતો માટે રાજકોટ કચેરી ખાતે વિના મુલ્યે યોગની તાલીમ માટે નામ નોંધાવી શકે છે. યોગ તાલીમ શરૂ થવા માટે તારીખ, સ્થળ અને અન્ય વિગતો અંગેની સુચના બાબતની અખબારી યાદી હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!