Rajkot: ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધનો આંતરરાષ્ટ્રીય દિવસ-૨૬ જુન
તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ ૨૬ જૂને સેમિનાર યોજાશે
Rajkot: દર વર્ષે ૨૬ જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસ’ની ઉજવણી કરાય છે. જે નિમિત્તે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ‘નશામુક્ત ભારત અભિયાન’ હેઠળ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાય છે. જેના ભાગરૂપે નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુરૂપયોગ અટકાવવાના હેતુસર તથા ડ્રગ્સના જોખમો અંગે જાગૃત કરવા માટે શાળાઓ, કોલેજો, કાર્યસ્થળ, જાહેર સ્થળો પર વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અન્વયે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તા. ૨૬ જૂનના રોજ રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર પી.ડી.એમ. કોલેજ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે સેમિનાર યોજાશે. જેમાં સમાજ સુરક્ષા, બાળસુરક્ષા, પોલીસ, એન.એસ.એસ. કચેરીના અધિકારીઓ અને બ્રહ્માકુમારી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.