GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકા ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન પ્રક્રિયા શરુ
તા.૧૭/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં (ચિભડા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ) આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકા ખાતે પ્રવેશ મેળવવાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઇ છે. જેમાં લઘુત્તમ લાયકાત ધો. ૧૦માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર કોપા, મીકે. ડીઝલ, ફીટર, ઇલેક્ટ્રિશિયન અને બ્યુટી પાર્લર તથા લઘુત્તમ લાયકાત ધો. ૦૮માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ સીવણ અને વાયરમેન જેવા રોજગારલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ સવારના ૧૦ કલાકથી સાંજના ૦૫ કલાક દરમિયાન સંસ્થા ખાતે રુબરૂ અથવા ફોન નં. ૦૨૮૨૭-૨૯૯૫૬૬ પર સંપર્ક કરી શકે છે. ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ ની મુલાકાત લઈ શકાશે, તેમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકાની યાદીમાં જણાવાયું છે.