BANASKANTHAPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની પુણ્યતિથિ નિમિતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

1 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની 55 મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મા.શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ (ચેરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર) તથા મા.શ્રી ડૉ.હરિભાઈ દેસાઈ (વરિષ્ઠ પત્રકાર), અતિથિ વિશેષ શ્રી રામજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., ખેરાલુ) તથા શ્રી વાઘજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., હારીજ), અન્ય મહાનુભાવોમાં દિલુભાઈ આંજણા (પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય તથા યુવા મોરચા અર્બુદા સેવા સમિતિ, ગુજરાત રાજ્ય), શ્રી મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ વાઈસ ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા), શ્રી બેચરભાઈ ચૌધરી (સામાજિક કાર્યકર), શ્રીમતી દુર્ગાબેન ચૌધરી- બાયડ (પ્રમુખ,મહિલા મોરચો, અર્બુદા સેવા સમિતિ), શ્રી શંકરભાઈ ચૌધરી (પૂર્વ પ્રમુખ, આંજણા યુવક મંડળ તથા પૂર્વ બોર્ડ ડિરેક્ટર, દૂધસાગર ડેરી, મહેસાણા), કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, વડીલો, માતાઓ,બહેનો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ મહાનુભાવોએ સ્વ. માનસિંહભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા સમાજના આગેવાનો, વડીલો પ્રાર્થના હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જ્યાં કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી તેમના વ્યક્તિત્વની સુવાસનો પરિચય આપ્યો હતો. તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનું બુકે અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાલિકાઓ દ્વારા “કાચી રે માટીનું કોડિયું આ કાયા” ભજન રજૂ કરી વાતાવરણને ભાવપૂર્ણ બનાવી દીધું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ મા.શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ (ચેરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર) એ સ્વ.માનસિંહભાઈના પ્રતિભાશાળી વ્યક્તિત્વને યાદ કરી દૂધસાગર ડેરીની સ્થાપના વડે પશુપાલકોના જીવનને સમૃદ્ધ કરવા માટે અને શિક્ષણ થકી સમાજની ઉચ્ચતમ પ્રગતિ સાધવા કરેલ અથાગ પ્રયત્નો તથા તેમના ઉદાર, પરોપકારી અને દીર્ઘદ્રષ્ટિવાન જીવનને વાચા આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડૉ. હરિભાઈ દેસાઈ (વરિષ્ઠ પત્રકાર) એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વ.માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરીને પશુપાલકોના “સાચા ભાગ્યવિધાતા” એ ઉક્તિની સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.અતિથિ વિશેષ શ્રી રામજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., ખેરાલુ) એ પણ પ્રાસંગિક પ્રવચનમાં સ્વ.માનસિંહભાઈના કાર્યો અને જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.આ સાથે આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય તથા યુવા મોરચા અર્બુદા સેવા સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા સ્વ. માનસિંહભાઈ પટેલની 55 પુણ્યતિથિ નિમિત્તે 55 બોટલ બ્લડ એકત્ર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી.અંતમાં આભાર વિધિ છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી મહેશભાઈ કે.ચૌધરી તથા શિક્ષિકા કોકીલાબેન ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારું થયું હતું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે *ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની 55 મી પુણ્યતિથિ નિમિત્તે* ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મા.શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ (ચેરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર) તથા મા.શ્રી ડૉ.હરિભાઈ દેસાઈ (વરિષ્ઠ પત્રકાર), અતિથિ વિશેષ શ્રી રામજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., ખેરાલુ) તથા શ્રી વાઘજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., હારીજ), અન્ય મહાનુભાવોમાં દિલુભાઈ આંજણા (પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય તથા યુવા મોરચા અર્બુદા સેવા સમિતિ, ગુજરાત રાજ્ય), શ્રી મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ વાઈસ ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા), શ્રી બેચરભાઈ ચૌધરી (સામાજિક કાર્યકર), શ્રીમતી દુર્ગાબેન ચૌધરી- બાયડ (પ્રમુખ,મહિલા મોરચો, અર્બુદા સેવા સમિતિ), શ્રી શંકરભાઈ ચૌધરી (પૂર્વ પ્રમુખ, આંજણા યુવક મંડળ તથા પૂર્વ બોર્ડ ડિરેક્ટર, દૂધસાગર ડેરી, મહેસાણા), કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, વડીલો, માતાઓ,બહેનો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ મહાનુભાવોએ સ્વ. માનસિંહભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા સમાજના આગેવાનો, વડીલો પ્રાર્થના હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જ્યાં કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી તેમના વ્યક્તિત્વની સુવાસનો પરિચય આપ્યો હતો. તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનું બુકે અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાલિકાઓ દ્વારા “કાચી રે માટીનું કોડિયું આ કાયા” ભજન રજૂ કરી વાતાવરણને ભાવપૂર્ણ બનાવી દીધું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ મા.શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ (ચેરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર) એ સ્વ.માનસિંહભાઈના પ્રતિભાશાળી વ્યક્તિત્વને યાદ કરી દૂધસાગર ડેરીની સ્થાપના વડે પશુપાલકોના જીવનને સમૃદ્ધ કરવા માટે અને શિક્ષણ થકી સમાજની ઉચ્ચતમ પ્રગતિ સાધવા કરેલ અથાગ પ્રયત્નો તથા તેમના ઉદાર, પરોપકારી અને દીર્ઘદ્રષ્ટિવાન જીવનને વાચા આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડૉ. હરિભાઈ દેસાઈ (વરિષ્ઠ પત્રકાર) એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વ.માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરીને પશુપાલકોના “સાચા ભાગ્યવિધાતા” એ ઉક્તિની સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.અતિથિ વિશેષ શ્રી રામજીભાઈ વી.ચૌધરી (ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., ખેરાલુ) એ પણ પ્રાસંગિક પ્રવચનમાં સ્વ.માનસિંહભાઈના કાર્યો અને જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.આ સાથે આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય તથા યુવા મોરચા અર્બુદા સેવા સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા સ્વ. માનસિંહભાઈ પટેલની 55 પુણ્યતિથિ નિમિત્તે 55 બોટલ બ્લડ એકત્ર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી અંતમાં આભાર વિધિ છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી મહેશભાઈ કે.ચૌધરી તથા શિક્ષિકા કોકીલાબેન ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારું થયું હતું.

Back to top button
error: Content is protected !!