
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ સ્વરાજયનાં સ્થાપક,હિન્દુ હૃદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આહવા અને વઘઈનાં નગરજનો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા કાઢી હતી.ડાંગનાં વઘઈમાં અંબામાતાનાં મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
જેમાં દરેક સમાજના લોકોએ પ્રસાદીનો લાભ લઇને ધન્યતા પ્રાપ્ત કરી હતી.ડાંગ જિલ્લામાં શિવાજી જન્મ જ્યંતીની ઉજવણી પ્રસંગને શોભાવવા વધઇ અને આહવાનાં મરાઠા સેવા સંધના મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા અને વઘઇમાં શિવાજી જ્યંતિ નિમિત્તે જય શિવાજીનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આહવા અને વઘઇ માં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં શિવાજી જ્યંતિની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે યશોદા દીદી તથા વિશ્વ હિન્દુ પરિષદ ડાંગનાં પ્રચારક મયુર ભાઈ કદમ તેમજ ભાજપાનાં મહામંત્રી હરિરામભાઈ સાંવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા..






