GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: માન. રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારતા મંત્રીશ્રી, સાંસદો અને મહાનુભાવો
તા. 9/10/2025
વાત્સલયમ્ સમાચાર
ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધારેલા રાષ્ટ્રપતિશ્રી મુર્મુ
Rajkot: દેશના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ આજે ઢળતી સાંજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જયાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
માન. રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સંસદસભ્યો સર્વશ્રી રામભાઇ મોકરીયા અને શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, શહેર પોલિસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા, એન.સી.સી.રાજકોટના કમાન્ડન્ટ બ્રિગેડીયર લોગનાથન તથા કલેકટર ડો.ઓમ પ્રકાશે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધાર્યા છે.