GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઔદ્યોગિક સંસ્થાઓ માલ સાથે ડીલેવરી કરે છે મતદાનની યાદી

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લોકશાહીનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં આગામી તા. ૭ મે ના રોજ મતદાન થશે. દરેક મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને તે આપણી ફરજ પણ છે તે સતત યાદ અપાવવા ખાનગી કંપની અને ઔદ્યોગિક સંસ્થાઓ માલની ડીલેવરી બોક્સ સાથે “મતદાન ચોક્કસ કરીએ”ની સ્લીપ પણ જોડી મતદાતાને સતત એલર્ટ કરી રહી છે.

૭૫- ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકામાં આવેલ પટેલ એગ્રી એક્સપોર્ટ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં હાજર કર્મચારીઓને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં, સહી ઝુબેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિટના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માત્ર એટલુંજ નહીં, સંસ્થા દ્વારા ડીલેવરી કરવામાં આવતાં પ્રોડક્ટ્સના બોક્સ ઉપર મતદાર જાગૃતિ અંગેના સ્ટીકર લગાડવામાં આવે છે. જે પાર્સલ મતદાન તારીખ અને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!