BHARUCH

ટ્રાવેલ એજેન્ટ એસોસીએશન ઓફ પાન ઈન્ડિયા દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું ભવ્ય આયોજન

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

૨૮/૦૭/૨૦૨૪

 

ટ્રાવેલ એજેન્ટ એસોસીએશન ઓફ પાન ઈન્ડિયા – તાપી પોતાના સભ્યોને વ્યાવસાયિક પડકારો સામે સક્ષમ કરવા અવારનવાર કાર્યક્રમો યોજતું હોય છે અને તેનાથી આગળ વધીને સુરત તથા દક્ષિણ ગુજરાતના પ્રવાસ પ્રેમીઓ માટે શહેર મધ્યે સાયન્સ સેન્ટર ખાતે ઓગસ્ટ મહિનાની ૨ થી ૪ દરમિયાન તાપી એસોસીએશન એ તાપી ટ્રાવેલ એક્પોનું ભવ્ય આયોજન કર્યું છે.

આ ટ્રાવેલ એક્સ્પોમાં પ્રથમ દિવસ ૨જી ઓગસ્ટના રોજ ટ્રાવેલ એજન્ટ્સ માટે જ પ્રવેશ મર્યાદિત રહેશે અને દેશ-વિદેશથી ૮૦થી પણ વધુ ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓ પોતાની ટ્રાવેલ પેકેજોનું પ્રદર્શન કરી લોકલ ૪૦૦ થી પણ વધુ ટ્રાવેલ એજન્ટ વિઝીટર્સ સાથે નેટવર્કીંગ કરી અરસપરસના વ્યવસાયિક સંબંધોને મજબુત કરશે. બીજા અને ત્રીજા દિવસે એટલે કે તારીખ ૩ અને ૪ ઓગસ્ટએ એક્સ્પો જનરલ પબ્લીક માટે ખુલ્લું મુકવામાં આવશે જેમાં આશરે ૨૦૦૦ થી પણ વધુ પ્રવાસપ્રેમીઓ સમક્ષ દેશની મોટી મોટી બ્રાન્ડ સહિત ૮૦ જેટલા ટ્રાવેલ એજેન્ટ્સ પોતાના ટ્રાવેલ અને ટુર પેકેજોનું પ્રદર્શન કરશે.

તાપી પ્રેસીડેન્ટ વિનેશ શાહે માહિતી આપતા કહ્યું હતું કે દિવાળીમાં ફરવાનું આયોજન ૨-૩ મહિના અગાઉ શરુ થઈ જતું હોય છે ત્યારે શહેરની ફરવાની શોખીન પ્રજા માટે આ એક્સ્પો એક નવી જ સૌગાત લઈને આવશે અને છુપા રત્નો સમાન સ્થળો વિશે માહિતિ મેળવશે અને આ એક્સ્પો આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ આપેલું સુત્ર “દેખો અપના દેશ”ને પણ સાર્થક કરશે. ઉપપ્રમુખ જિજ્ઞેશ પટેલના જણાવ્યા અનુસાર આ એક્સ્પોમાં કિફાયતી દરે ટુર પેકજ ઉપલબ્ધ થશે અને અમે “ખુશ્બુ ગુજરાતકી” સુત્ર અનુસરીને ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રદર્શન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને આ એક્સ્પોને સફળ બનાવવા સેક્રેટરી અમિત પટેલ, વિશ્રુત ગાંધી તથા ખજાનચી શિવકુમાર ગુપ્તા તથા કમિટીના સભ્યો તનતોડ મહેનત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!