Rajkot: જસદણ-વિંછીયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ
તા.૩૦/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ અને વીંછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના ગામોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં જમીન માપણી, નાગરિકોને પ્લોટ ફાળવણી, ગામોની જમીન સમથળ કરવાના કામો, પાણીની ટાંકીનું રીપેરીંગ કામ, બ્રીજના કામો, રિવરફ્રન્ટની કામગીરી, શહેરમાં સી.સી.ટી.વી.ના કામો, રસ્તાની કામગીરી, રોડના પેચવર્કના કામો, જ્યોતિગ્રામ યોજના અન્વયે શાળાઓમાં વીજ જોડાણની કામગીરી, જોખમરૂપ વીજ લાઈનને રીપેરીંગના કામો, પાણી વિતરણની કામગીરી, આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામ અને રીપેરીંગના કામો, પૂર સંરક્ષણની કામગીરી સહિતની બાબતોની મંત્રીશ્રીએ વિગતવાર માહિતી મેળવી અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કર્યા હતા.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવા, પાણી પુરવઠા અધિકારીશ્રી, જસદણ તાલુકાના મામલતદારશ્રી, વિંછીયા તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.