Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા ભોંયરા રોડનું ખાતમુહૂર્ત કર્યું

તા.૭/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સતત કાર્યરત રહીને જસદણ તાલુકા અને વિંછીયા તાલુકામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. જે અન્વયે તા. ૦૭ના રોજ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ભોંયરા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ આગામી સમયમાં નિર્માણ પામનારા ભોંયરા રોડનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીનું ઢોલ વગાડીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જસદણ અને વિંછીયા પંથકના વિકાસ પ્રકલ્પોની ઝાંખી રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુવિધાપથ યોજના અંતર્ગત વિંછીયા તાલુકાના ભોંયરા રોડને રૂ. ૭૦ લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવામાં આવશે. જેથી, સ્થાનિકો સરળતાથી આ રસ્તા પર આવન-જાવન કરી શકશે. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.







