Rajkot: સી.આઈ.એસ.એફ.ના ૧૮૭થી વધુ જવાનોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાઈ

તા.૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવા જવાનોના આરોગ્યની લેતા દરકાર
Rajkot: રાજકોટના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાના નેતૃત્વમાં અને સિવિલ હોસ્પિટલના સહયોગથી સી.આઈ.એસ.એફ. યુનિટ લાઇનના રિક્રિએશન હોલ ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની આતંરિક સુરક્ષા માટે ખડેપગે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સના જવાનોના સ્વાસ્થયની દરકાર કરીને તા.૦૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનોએ બ્લડ રિપોર્ટ, સુગર, આંખ, કાન, નાક, દાંત,ચામડી, ઈ.સી.જી., લીવર, કિડની, સાંધા, હાડકા સહિતના વિવિધ રિપોર્ટ્સ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.
આ તકે સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસવાએ જણાવ્યું કે, એરપોર્ટની સુરક્ષા માટે સી.આઈ.એસ.એફ.ના જવાનો હરહંમેશ ખડેપગે રહે છે. તેઓ શારીરિક રીતે મજબુત હશે તો તેઓનું મનોબળ પણ મજબુત બનશે. જેના લીધે દિવસ કામગીરી દરમ્યાન અને અગંત જીવનમાં આવતી મૂશ્કેલીઓનો સામનો સરળતાથી પાર પાડી શકે છે. આથી, તેઓના સ્વાસ્થ્ય માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોર્સના ૧૮૭થી પણ વધુ જવાનો તથા તેના પરિજનો અને એરપોર્ટ ઓથોરીટીના પરિવારોએ આરોગ્યની ચકાસણી કરી હતી.
આ કેમ્પને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના જનરલ ફીઝીયન ડી.એસ.અગ્રેસરા અને વી.આર.સિંઘ, ફીઝીયન રુજુલ જેઠવા, સર્જન જ્યોતિ વાઘેલા, ઈ.એન.ટી. ધ્રુવ પટેલ, ઓર્થોપેડિક વિરલ ગામીત, ગાયનેકોલોજિસ્ટ દેવાંશી વાગડિયા, પીડીયટ્રીશિયન કુલદીપ વાગડિયા, મનોચિકિત્સક કુંજન ગોસ્વામી, ડેન્ટલ દેવર્ષા શાહ, ચામડીના ડોક્ટર જીત બાવળિયા સહિતના ડોક્ટરોના સહયોગ સાથે સી.આઈ.એસ.એફ.ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.







