BHARUCHGUJARAT

આમોદમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા ચોકડી ઉપરના દબાણો દૂર કરવાં નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાયાં

સમીર પટેલ, ભરૂચ

આમોદમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતાં ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
આમોદ ચાર રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઇવે નંબર 64 ની મિલકતમાં ગેરકાયદેસર દબાણ કરી મોટા મોટા શોપિંગો બનાવી દીધા હતાં. જેનાં કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી. જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.71 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના મધ્યમાંથી માપણી કરી નિયંત્રણ રેખાના માંર્કિંગ કર્યા હતાં. આમોદ ચાર રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઇવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યુ હોવાનું સામે આવ્યું હતું.
નેશનલ હાઇવેના અધિકારીઓ ભરત પટેલ તેમજ જીગર ગાવિતે આમોદ પાલિકાનાં મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ ઇજનેર કિરણ મકવાણાને સાથે રાખી રોડના મધ્યથી લાલ કલરથી 13.71 મીટરે માંર્કિંગ કર્યુ હતું. જેથી વર્ષોથી દબાણ કરી માલીક બની બેઠેલા શોપિંગ સેન્ટરોના માલીકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Back to top button
error: Content is protected !!