DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

રાજકોટ રેન્જ આઇજીની ટીમે ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો

વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 9792 કિ.રૂ.13,34,724 તથા એક ટ્રક તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.28,14,994 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.01/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 9792 કિ.રૂ.13,34,724 તથા એક ટ્રક તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.28,14,994 નો મુદ્દામાલ જપ્ત કર્યો, નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી. એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી ટેકનીકલ એનાલીસીસ, વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા ત્યારે પીએસઆઇ સી. એમ. કાંટેલીયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઇ બ્લોચ, ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા ધર્મેન્દ્રસિહ, રાજદિપસિહ, ફતેસંગ નાઓને હકિકત મળેલ કે ટ્રક નંબર HR 67 A 8964 નો ડ્રાઇવર ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી નિકળેલ છે જે હકિકત વાળો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા કારપેટના રોલની આડમાં સંતાડેલ વિદેશી દારુની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ ૯,૭૯૨ કુલ કિ. રૂ.૧૩,૩૪,૭૨૪ ની મળી આવતા આરોપી ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ રહે, ભોજાસર, ભાદરા હનુમાનગઢ રાજસ્થાન તથા ડ્રાઇવર/કલીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ રહે, ચીડીયાગાંધી, તા.ભાદરા હનુમાનગઢ રાજસ્થાન નાઓને ધોરણસર અટક કરી તેમજ ટ્રક, ઇંગલીશ દારૂ, મોબાઇલ ફોન તથા કારપેટ રોલ મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪ નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત બંન્ને આરોપીઓ તથા ટ્રક સોંપનાર મહેશ રહે, ભટ્ટ ફતેહાબાદ હરીયાણા તેમજ ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવનાર તેમજ ટ્રક નંબર HR 67 A 8964 ના માલિક તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!