Rajkot: દિવાળીના પર્વ પર “વિકાસ સપ્તાહ” અન્વયે રાજકોટ જિલ્લાને કુલ રૂ.૨૭ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની ભેટ મળી
તા.16/10/2025
વાત્સલયમ્ સમાચાર
માર્ગ અને મકાન વિભાગ, આર.એમ.સી., પંચાયત વગેરે દ્વારા માળખાકીય સુવિધા વિકસાવવા રૂ.૨૩,૪૧૫ લાખના ખર્ચે ૪૧૩ કામોના ખાતમુહુર્ત અને રૂ. ૪૪૮૨ લાખના ખર્ચે ૩૯૫ કામોના લોકાર્પણ કરાયા
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યમાં થયેલા બે દસકાથી વધુના વિકાસ કાર્યોને જન જન સુધી પહોંચાડવા વિકાસ સપ્તાહ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવાનો માટે ભરતી મેળો, ખેડૂતો માટે રવિ કૃષિ મહોત્સવ, દિવાળી પર્વ પર ખરીદી માટે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના સંકલ્પને સાર્થક કરવા સ્વદેશી મેળો, આંગણવાડીમાં પોષણ સંગમ કાર્યક્રમ યોજાયા હતા.
તા.૦૭થી ૧૫ ઓકટોબર વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લા તથા શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનુક્રમે રૂ.૭૧૦૦ લાખના ખર્ચે છ કામો અને રૂ. ૧૧,૭૫૪ લાખના ખર્ચે આઠ કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા. જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા રૂ.૧૮૯૦.૭૪ લાખના ખર્ચે તાલુકાના જુદા જુદા ૩૮૯ કામોના લોકાર્પણ તથા રૂ.૨૦૪૬.૭૦ લાખના ખર્ચે ૨૯૩ કામોના ખાતમુહુર્ત કરાયા હતા. ગુજરાત વોટર સપ્લાય અને સેવેજ બોર્ડ દ્વારા રૂ.૧૭૮૪ લાખના ખર્ચે એક કામ અને જસદણ નગરપાલિકા દ્વારા રૂ.૮૦૮ લાખના ખર્ચે પાંચ કામોના લોકાર્પણ કરાયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.૨૧૬૫ લાખના ખર્ચે ૧૦૪ કામો, માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ.૨૦૦ લાખના ખર્ચે એક કામ અને ઉપલેટા નગરપાલિકા દ્વારા રૂ. ૧૫૦ લાખના ખર્ચે એક કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આમ, રાજકોટ જિલ્લામાં દિવાળી પર્વ પર વિકાસ સપ્તાહ અન્વયે રૂ.૨૭,૮૯૮.૬૪ લાખના ખર્ચે કુલ ૮૦૮ વિવિધ વિકાસ કામોની ભેટ નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે.