શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ ના રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) ની કનઝરા ગામ ખાતે ખાસ શિબિર યોજાઈ.
4 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ.વી નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા તા,ડીસા. દ્રારા ગામ કણઝરા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત (N.S.S) ખાસ શિબિરનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. જેમાં *સમારંભના અધ્યક્ષ સ્થાને ડૉ.એસ.ડી.જોશી (લાયઝન અધિકારી શ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, પાલનપુર)* હાજર રહ્યા હતા. શિબિરાર્થીઓને ગ્રામ સેવા, લોક સેવા, રાષ્ટ્ર સેવા જીવનમાં સેવાનું મહત્વ સમજાવી પ્રેરણાદાઈ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જેમાં સેવા અને જીવનલક્ષી બોધપાઠ આપી માહિતગાર કરી શુભેચ્છા પાઠવી હતી. કણઝરા પ્રા.શાળાના આચાર્યશ્રી રાજુભાઈ ઠક્કર અને સ્ટાફ મિત્રો દ્વારા સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી. કણઝરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, ગામના આગેવાનોના, વડીલોનો સાથ સહકારથી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો.