GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સતત ત્રીજા દિવસે બાળકોએ લીધો હોંશભેર ભાગ

તા.૧૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

એકપાત્રીય અભિનય, ભજન, લોકગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી અને નિબંધ સ્પર્ધામાં ઝળકાવ્યું હીર

Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત રાજકોટ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ હતી. જેમાં એકપાત્રીય અભિનય, ભજન, લોકગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી અને નિબંધ સ્પર્ધામાં બાળકો સામુલ થયા હતા.

એકપાત્રીય અભિનયની સ્પર્ધામાં ૭ થી ૧૫ વર્ષમાં ૮ બાળકો, ૧૬ થી ૨૧ વર્ષમાં ૨૫ બાળકોએ જ્યારે તાલુકા યુવા ઉત્સવની ભજન સ્પર્ધામાં ૩ બાળકો જ્યારે રાજકોટ શહેર કક્ષા બાળ પ્રતિભા શોધ ભજન સ્પર્ધામાં ૨૯ બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત લોકગીતમાં ૨૫ અને વકતૃત્વની રાજ્ય સ્તરની સ્પર્ધામાં ૧૮ બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તમામ સ્પર્ધામાં બાળકોએ પોતાના તન, મન અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આવી સ્પર્ધાઓનું આયોજન થવાથી અમારા બાળકોને પણ એક નવું પ્લેટફોર્મ મળી રહે છે. જે બદલ અમે પણ સરકારનો આભાર માનીએ છીએ.

સમગ્ર કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!