GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ ૨૦૨૪ની સ્પર્ધાઓ મોકૂફ

તા.૨૭/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ શહેર ઝોનકક્ષાની કલા મહાકુંભ-૨૦૨૪ અંતર્ગત યોજાનારી તમામ સ્પર્ધાઓ – કાર્યક્રમ હાલ મોકુફ રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત “કલા મહાકુંભ: ૨૦૨૪-૨૫ ઝોનકક્ષાની સ્પર્ધા માટે નવા કાર્યક્રમની તારીખ આગામી સમયમાં નક્કી થયા પછી જાહેર કરાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!