GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લો બન્યો તિરંગામય: વિવિધ તાલુકાઓમાં “હર ઘર તિરંગા” યાત્રામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા

તા.૧૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશભક્તિના અનેરા ઉત્સવ એવા “હર ઘર તિરંગા” અભિયાનમાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરે છે. આ અભિયાનમાં દેશના તમામ નાગરિકો જોડાઈ શકે તે માટે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
“હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ અન્વયે “હર ઘર તિરંગા” યાત્રામાં રાજકોટ જિલ્લાના જેતપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, લોધિકા, ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકાઓના મુખ્ય માર્ગો પર હજારો લોકો તિરંગા યાત્રામાં ઉલ્લાસભેર જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગ, તાલુકાઓની જુદી જુદી શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોએ ભાગ લીધો હતો.







