GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામવાસીઓને વીજળી ગુલ માંથી મુક્તિ મળશે ગ્રામ પંચાયતની રજૂઆત બાદ-પીજીવીસીએલ તંત્ર જાગ્યું

TANKARA:ટંકારાના વિરપર ગામવાસીઓને વીજળી ગુલ માંથી મુક્તિ મળશે ગ્રામ પંચાયતની રજૂઆત બાદ/ પીજીવીસીએલ તંત્ર જાગ્યું

 

 

Oplus_0

ટંકારા : નવયુગ ફીડર માં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ફોલ્ટ સર્જાતા ટંકારા તાલુકાના વિરપર (મચ્છુ) ગામે અવાર નવાર વીજળી ગુલ થઈ જતી હોવાથી ગ્રામજનોને ખૂબ પડતી રહેતી હતી ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા દ્વારા પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર સમક્ષ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ વિરપુર (મ.) ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ 29 જૂનના રોજ નવયુગ ફીડરમાં સર્જાતા ફોલ્ટને લઈને ડેપ્યુટી ઈજનેરને વિરપર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ફીડરમાં અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ફોલ્ટ સર્જાય છે. અને અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રજૂઆત બાદ આજે નવયુગ ફીડરમાં રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ ચોમાસા દરમિયાન આ કામગીરીથી કેવો સંતોષ ગ્રામજનોને મળશે એ તો આવનારો સમય જ બતાવશે..

Oplus_0

Back to top button
error: Content is protected !!