GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ૧૦ એપ્રિલ સુધીમાં કુલ ૬૭૧૫ અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરાઈ

તા.૧૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલી છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળો પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનરો, પોસ્ટરો, દિવાલ પરના લખાણ વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જેના અંતર્ગત તા. ૧૦ એપ્રિલ સુધીમાં ૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી ૧૫૨૮ અને ખાનગી મિલ્કતો પરથી ૨૮૩ મળી કુલ ૧૮૧૧ અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ૭૨ – જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી ૧૫૯૪ અને ખાનગી મિલ્કતો પરથી ૬૪૮ મળી કુલ ૨૨૪૨ રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે. ૭૩ – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી ૩૮૦ અને ખાનગી મિલ્કતો પરથી ૧૨૪ મળીને કુલ ૫૦૪ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. ૭૪ – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી ૭૯૭ અને ખાનગી મિલ્કતો પરથી ૬૦૦ મળીને કુલ ૧૩૯૭ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. તેમજ ૭૫ – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલ્કતો પરથી ૨૯૭ અને ખાનગી મિલ્કતો પરથી ૪૬૪ મળી કુલ ૭૬૧ રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે. આમ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૬૭૧૫ અનધિકૃત પ્રચારાત્મક જાહેરાતો હટાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોઈ અનધિકૃત જાહેરાત જોવા મળે અથવા આચારસંહિતા ભંગ થતો જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨ પર સંપર્ક અથવા સી-વિજીલ મોબાઈલ એપ્લીકેશન પર ફરિયાદ કરી શકાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!