Rajkot: રાજકોટ કોટક સાયન્સ કોલેજ ખાતે થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સ્થિત એચ.એન્ડ એચ.બી. કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ ખાતે તા.૯ સપ્ટેમ્બરના રોજ થેલેસેમિયા જાગૃતિ – સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭૭ વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
સંસ્થાના આચાર્ય ડો. આર. સી.વિરડીયાના માર્ગદર્શન હેઠળ નેશનલ સર્વિસ સ્કીમ યુનિટ દ્વારા, ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન અને લાઈફ બ્લડ સેન્ટર, રાજકોટના સહયોગથી વિદ્યાર્થીઓ માટે આ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીઓને થેલેસેમિયા જેવી વારસાગત રક્ત બીમારી વિશે જાગૃત કરી સમયસર સ્ક્રીનિંગ કરાવી જવાબદાર આરોગ્ય નીતિ તરફ પ્રેરિત કરાયા હતા.
ડો. મયુરદાન ગઢવી અને ડો. રિધ્ધી એમ.પટેલે વિધાર્થીઓને થેલેસેમિયા ટેસ્ટમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે નિષ્ણાંતોએ થેલેસેમિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કનક કાસુંદ્રા, ડો. પ્રિયંકા ત્રિવેદી, પ્રો. ભરત ઢેઢી, શ્રી વિજયભાઈ ભટ્ટ, પ્રોગ્રામ ઓફિસર ડો. મયુર સવસાણી અને શ્રી પ્રદીપ સોઢા સહિતની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ.





