Rajkot: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ વોર્ડ નં.૨માં નવા રોડ તથા સાંઢિયા પુલની કામગીરીની સમીક્ષા કરી

તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ વોર્ડ નં.૨માં આવેલા મોચીનગર સોસાયટી પાસેના નિર્માણાધીન રોડ તેમજ સાંઢીયા પુલની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન કમિશનરશ્રીએ કહ્યું હતું કે, મોચીનગર વિસ્તારમાં રામાપીર ચોકડી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પાણી ભરાવાને ધ્યાનમાં રાખીને વિશેષ ડિઝાઇનનો સી.સી.રોડ બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ દરમ્યાન પડેલા ખાડાઓને પૂરવા અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાની એસ.ઓ.પી.ને અમલમાં મૂકવામાં આવી છે.
આ તકે કમિશનરશ્રીએ જણાવ્યું હતું, ચાલુ વરસાદે કરવામાં આવેલી કામગીરી બાદ હાલમાં વરસાદ રોકાતા આ સમયગાળામાં નવા રોડના કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે, સાથે જ જે-તે વિસ્તારની જમીનની સ્થિતિ પ્રમાણે રોડની ડિઝાઇન તેને ટકાઉ બનાવવામાં આવશે.
કમિશનરશ્રીએ સાંઢીયા પુલની કામગીરીની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન નાયબ કમિશનર શ્રી હર્ષદ પટેલ, સીટી એન્જિનિયર શ્રી અતુલ રાવલ તથા અન્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





