Rajkot: રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: ૧૮ વોર્ડમાં ૦૯.૮૫ લાખથી વધુ મતદારો, ૧૦૧૪ મતદાન મથકો

તા.૨/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વોર્ડ નંબર ૧૧માં સૌથી વધુ ૯૦,૧૪૮ મતદારો, જ્યારે વોર્ડ નંબર ૧૫માં સૌથી ઓછા ૪૦,૭૮૯ મતદારો નોંધાયા
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને લઈને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડવાઈઝ મતદારો અને મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં લોકશાહીના પર્વને ઉજવવા માટે તંત્ર સજ્જ બન્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૮ વોર્ડમાં ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં ૫,૧૦,૦૮૬ પુરુષ મતદારો, ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો અને ૧૮ અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. સમગ્ર શહેરમાં કુલ ૧,૦૧૪ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. દરેક મથક દીઠ સરેરાશ ૯૭૨ મતદારો છે.
વોર્ડવાર મતદારોની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
વોર્ડ નંબર ૦૧માં ૩૪,૯૮૬ પુરુષ, ૩૨,૧૯૮ સ્ત્રી અને ૦૧ અન્ય જાતિ સાથે કુલ ૬૭,૧૮૫ મતદારો, ૬૬ મતદાન મથકો (સરેરાશ ૧૦૧૮ મતદારો).
વોર્ડ નંબર ૦૨માં ૨૨,૩૮૬ પુરુષ અને ૨૧,૯૨૯ સ્ત્રી સાથે કુલ ૪૪,૩૧૫ મતદારો, ૪૭ મતદાન મથકો (સરેરાશ ૯૪૩ મતદારો).
વોર્ડ નંબર ૦૩માં ૩૭,૯૪૪ પુરુષ, ૩૫,૩૮૫ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૭૩,૩૩૧ મતદારો, ૭૬ મતદાન મથકો (સરેરાશ ૯૬૫ મતદારો).
વોર્ડ નંબર ૦૪માં ૩૦,૪૭૯ પુરુષ, ૨૭,૫૦૬ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૫૭,૯૮૭ મતદારો, ૫૭ મતદાન મથકો (સરેરાશ ૧૦૧૭ મતદારો).
વોર્ડ નંબર ૦૫માં ૨૧,૩૪૪ પુરુષ અને ૧૯,૪૬૩ સ્ત્રી સાથે કુલ ૪૦,૮૦૭ મતદારો, ૪૨ મતદાન મથકો (સરેરાશ ૯૭૨ મતદારો).
વોર્ડ નંબર ૦૬માં ૨૨,૨૩૨ પુરુષ અને ૧૯,૯૯૪ સ્ત્રી સાથે કુલ ૪૨,૨૨૬ મતદારો, ૪૬ મતદાન મથકો (સરેરાશ ૯૧૮ મતદારો).
વોર્ડ નંબર ૦૭માં ૨૪,૦૧૦ પુરુષ, ૨૩,૪૯૨ સ્ત્રી અને ૦૫ અન્ય જાતિ સાથે કુલ ૪૭,૫૦૭ મતદારો, ૪૯ મતદાન મથકો (સરેરાશ ૯૭૦ મતદારો).
વોર્ડ નંબર ૦૮માં ૨૭,૭૫૦ પુરુષ, ૨૭,૧૩૪ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૫૪,૮૮૬ મતદારો, ૫૭ મતદાન મથકો (સરેરાશ ૯૬૩ મતદારો).
વોર્ડ નંબર ૦૯માં ૩૩,૧૫૬ પુરુષ અને ૩૨,૦૦૭ સ્ત્રી સાથે કુલ ૬૫,૧૬૩ મતદારો, ૬૫ મતદાન મથકો (સરેરાશ ૧૦૦૩ મતદારો).
વોર્ડ નંબર ૧૦માં ૨૪,૬૦૬ પુરુષ અને ૨૪,૧૯૬ સ્ત્રી સાથે કુલ ૪૮,૮૦૨ મતદારો, ૫૦ મતદાન મથકો (સરેરાશ ૯૭૬ મતદારો).
વોર્ડ નંબર ૧૧માં ૪૬,૭૩૫ પુરુષ, ૪૩,૪૧૧ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૯૦,૧૪૮ મતદારો, ૯૦ મતદાન મથકો (સરેરાશ ૧૦૦૨ મતદારો).
વોર્ડ નંબર ૧૨માં ૩૦,૨૯૩ પુરુષ અને ૨૭,૭૦૮ સ્ત્રી સાથે કુલ ૫૮,૦૦૧ મતદારો, ૫૭ મતદાન મથકો (સરેરાશ ૧૦૧૮ મતદારો).
વોર્ડ નંબર ૧૩માં ૨૫,૭૫૨ પુરુષ અને ૨૪,૧૦૮ સ્ત્રી સાથે કુલ ૪૯,૮૬૦ મતદારો, ૫૨ (બાવન) મતદાન મથકો (સરેરાશ ૯૫૯).
વોર્ડ નંબર ૧૪માં ૨૫,૩૪૭ પુરુષ, ૨૩,૯૨૨ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૪૯,૨૭૧ મતદારો, ૫૩ મતદાન મથકો (સરેરાશ ૯૩૦ મતદારો).
વોર્ડ નંબર ૧૫માં ૨૧,૪૧૯ પુરુષ, ૧૯,૩૬૮ સ્ત્રી અને ૦૨ અન્ય જાતિ સાથે કુલ ૪૦,૭૮૯ મતદારો, ૪૪ મતદાન મથકો (સરેરાશ ૯૨૭ મતદારો).
વોર્ડ નંબર ૧૬માં ૨૧,૯૨૫ પુરુષ અને ૨૦,૦૮૭ સ્ત્રી સાથે કુલ ૪૨,૦૧૨ મતદારો, ૪૪ મતદાન મથકો (સરેરાશ ૯૫૫ મતદારો).
વોર્ડ નંબર ૧૭માં ૨૫,૮૯૯ પુરુષ અને ૨૪,૧૪૨ સ્ત્રી સાથે કુલ ૫૦,૦૪૧ મતદારો, ૫૨ મતદાન મથકો (સરેરાશ ૯૬૨ મતદારો).
વોર્ડ નંબર ૧૮માં ૩૩,૮૨૩ પુરુષ અને ૨૯,૭૯૮ સ્ત્રી સાથે કુલ ૬૩,૬૨૧ મતદારો, ૬૭ મતદાન મથકો (સરેરાશ ૯૫૦ મતદારો)



