GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ગરેડીયા કુવારોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ

તા.૨/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

“તુમ રક્ષક કાહુકો ડરના”

Rajkot: રાજકોટ ગરેડીયા કુવા સ્થિત સેવા અને સમપર્ણના સાક્ષાત હાજરા હજુર દેવ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની જન્મોત્સવની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ હતી.

અંદાજે દોઢસો વર્ષ પુરાણા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ ખાતે કોરોના પહેલા પંગતમાં બેસાડી ભકતજનોને પ્રસાદ પીરસાતો પણ કોરોના કાળ બાદ સંજોગો અને જગ્યાની સંકળામણને ધ્યાને રાખીને હવે ભકતજનોને પડિયામાં પ્રસાદરૂપે બુંદી, મોહનથાળ, ગાંઠીયા અને ગુલાબજાંબુપીરસવામાં આવે છે. જેનો અંદાજે ૨૫૦૦ જેટલા ભાવિકો નાતજાતના ભેદભાવ વગર લાભ લે છે.

આ ભવ્ય આયોજનમાં ગાયત્રી ઉપાસક શ્રી ધનશ્યામભાઇ ઠકકરના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના પરમભકત શ્રી હસમુખભાઇ તન્ના, હિતેષભાઇ બહુછેતરીયા,અમીતભાઇ મહેશભાઇ ચા વાળા, અશેાકભાઇ કારીયા, ચેતનભાઇ પુજારા, કાર્તિકભાઇ ચોવટીયા તથા શિવજીભાઇ ધોરૂનો સાથ અને સહકાર મળી રહે છે.

Back to top button
error: Content is protected !!