વિજાપુર મોરવાડ મંડાલી ગામો માં દીપડાને કારણે વન વિભાગે શોધખોળ આદરી પણ દીપડો દેખાયો નહીં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વન વિભાગને મોરવાડ અને મંડાલી ગામમાં ખેડૂતના ખેતરમાં રહેતા ભાગીયાને રાત્રીના સમયે હાથ બેટરીની લાઈટ માં દીપડો દેખાયો હોવાની વનવિભાગ ના અધિકારીઓ ને માહીતી મળતા સત્વરે કોઈ માનવ ને કે અન્ય પ્રાણીને નુકશાન થાય તે પહેલાં દીપડા ને પકડવા આર.એફ.ઓની ટીમ પોલીસ ની ટીમ પોહચીને તપાસ હાથ ધરી હતી. છેલ્લા બે દિવસની તપાસ દરમ્યાન દીપડા ની કોઈ ભાળ મળી નથી કે કોઈ પુરાવા પણ મળ્યા નથી જોકે વન વિભાગે ગ્રામ્ય વિસ્તારમાં દીપડા જેવા પ્રાણી થી બચવા અને સુરક્ષિત રહેવા જણાવ્યું હતું.આ અંગે આરએફઓ કચેરી નો સંપર્ક કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ એમ ચૌધરી તેમજ ફોરેસ્ટ ઓફિસર જે એસ પટેલ તેમજ રજની ભાઈ પંચોલી ની ટીમ દ્વારા જણાવ્યું હતુંકે મોરવાડ મંડાલી તરફની સીમ માં દિનેશભાઈ પટેલ ના ખેતરોમાં કામ કરતા ભાગીયા મુકેશજી ઠાકોરે રાત્રીના સમયે હાથ બેટરી ની લાઈટ માં દીપડા જેવો લાગતો કોઈ પ્રાણી દેખાયો હતો. જેની માહીતી મળતા તપાસ દરમ્યાન હજુ કોઈ દીપડા ના પગલા કે કોઈ નુકશાન કર્યું હોય તેમ જણાઇ આવ્યું નથી તેમ છતાંય ગ્રામ્ય વિસ્તારમાં દીપડા ના ફેલાયેલ ભય ને કારણે હજુ વન વિભાગ ની ટીમ તપાસ કરી રહી છે. અને ગ્રામ્ય જનોને પણ જાગૃત રહેવા તેમજ આ અંગેની કોઈપણ માહીતી મળે તો સત્વરે વન વિભાગ ને જાણ કરવા જણાવી દેવામાં આવ્યું છે જોકે હજુ વન વિભાગને દીપડા ના કોઈ પુરાવા મળ્યા નથી જેથી હજુ તપાસ ચાલુ રાખી ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો સંપર્ક રાખી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે.