Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા શપથ લેતા કર્મયોગીઓ
તા.૨/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતાં.
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં કાર્યભાળ સંભાળતાની સાથે જ રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છ ભારત મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે તા. ૦૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં અધિકારીઓ અને કર્મચારીઓએ જાહેર, ખાનગી અને કાર્ય સ્થળોએ હંમેશા સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદી, સહાયક માહિતી નિયામકો શ્રી સોનલબેન જોશીપુરા, શ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર, શ્રી રઝાકભાઈ ડેલા અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નિલેશભાઈ વાઘેલા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.