ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સિંચાઈ વિભાગ પાસે ખાખરીયાના તળાવ અંગે માહિતી નથી કે શું..? અરજદાર ને બે વર્ષથી માહિતી મળતી જ નથી,તળાવ પર અમૃત સરોવરનું બોર્ડ પણ લાગ્યું.!!

અહેવાલ

અરવલ્લી :

મેઘરજ : સિંચાઈ વિભાગ પાસે ખાખરીયાના તળાવ અંગે માહિતી નથી કે શું..? અરજદાર ને બે વર્ષથી માહિતી મળતી જ નથી,તળાવ પર અમૃત સરોવરનું બોર્ડ પણ લાગ્યું.!!

ખાખરિયા ગામની સીમના ગૌચરની જમીનમાં સાબરકાંઠા કલેક્ટર ના આદેશથી આશરે પાંત્રીસી થી ચાલીસ વર્ષ ઉપરના સમયે અછતમાં રાહત કામથી ખાખરીયા ગામનું તળાવ સરકાર દ્વારા બાંધવામાં આવેલ તે તળાવ અંગે સિંચાઈ ખાતાની કચેરીમાં કયા રેકર્ડ પર નોંધાયેલ છે.તેની નોંધ. રજીસ્ટર નંબર અને અને કઈ તારીખે નોંધાયલ છે. તે અંગે જાગૃત નાગરિકે RTI અંતર્ગત માહીતી માહીતી 23/01/23 ના રોજ RPAD થી માંગેલ પરંતુ બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી માહિતી પૂરતી આપેલ નથી અને સિંચાઈ વિભાગ દ્વારા અરજદાર ને રૂબરૂ આવવા જણાવે છે.

ખાખરિયા ગામમાં ગૌચરની જમીનમાં ગામ તળાવ આશરે 35 થી 40 વર્ષ પહેલા અછત સમયે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર ને વર્ષ નબળુ અને વરસાદ નહિવત વરસતા – અરજી કરી ગામજનોએ વિનંતિ કરતાં સાહેબે ઈસરી ગુપગ્રામ પંચાયત, મુ. ઈસરી, , તાલુકા મેઘરજ જિ. સાબરકાંઠાના સમય વખતે અછતમાં રોજગારી આપી ગામ તળાવ ખાખરિયા બાંધવામાં આવેલ છે જેમા બેવખત મત્સ્ય ઉધ્યોગ માટે સરકાર દ્વારા માછલીયો પણ નાખવામાં આવેલ હતી. સમય જતા પંચાયતનું વિભાજન થતાં ખાખરીયા ગામ તરકવાડા ગ્રામપંચાયત જોડાયેલ છે. ખાખરીયા તળાવ ને નર્મદાના નીર થી ભરવા રજૂઆત કરવાની થતી હોવાથી કારણે અરજદારએ તળાવ અંગે માહિતી સિંચાઈ વિભાગ પાસે માંગેલ અને મેઘરજ સિંચાઈ વિભાગની કચેરી રૂબરૂ પણ ગયેલ પરંતુ ઓફિસ પર કોઈજ હાજર જોવા મળતું નથી માત્ર પટાવાળા જ જોવા મળતા હોવાની માહિતી મળી છે. બીજી તરફ અછતમાં તળાવ રોજગારી થી બાંધવામાં આવેલ છે તો જે તે સમયે બાંધવામાં આવેલ તળાવ કયા રેકર્ડ થી અને કયા નંબરથી નોંધવામાં આવેલ છે તે અંગેનું સર્ટિફિકેટ અથવા દાખલા માટે અરજદાર દ્વારા માહિતી માંગતા બે વર્ષ પછી પણ માહિતી મળતી નથી

Back to top button
error: Content is protected !!