
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : કુડોલ ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથ ફૅરો, ચોરી કરી તસ્કરો ફરાર.
હાલ એક બાજુ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તો બીજી બાજુ ચોરો એ હાથ ફેરો કર્યા ની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના કુડોલ ગામના પ્રજાપતિ યોગેશ કુમાર પરષોત્તમદાસના રહેણાંક મકાનમાં મંગળવારની રાત્રીના કોઇપણ સમયે અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી રોકડ સહિત મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનું મકાન માલિકને માલુમ પડતા મકાન માલિકે ટિન્ટોઇ પોલીસને ઘટના અંગે જાણ કરતા ટીંટોઇ પોલીસે ઘટના અને સ્થળ તપાસની તજવીજ હાથ હતી.





