GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સણોસરા ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે આયોજીત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો લાભ લેતા ૬૫ વિદ્યાર્થીઓ

તા.૧૯/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વિદ્યાર્થીઓને કલાસરૂમના ડિજિટલ બોર્ડ પર “મારી યોજના” પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી અપાઈ

Rajkot: ગુજરાત રાજ્યનાં બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સરકારે જુદી જુદી યોજનાઓ અમલી બનાવી છે. વિદ્યાર્થીઓને પોતાની આવડત અને કૌશલ્યને અનુરૂપ કારકિર્દીની દિશા મળે, તે માટે રાજકોટ જિલ્લાના સણોસરા ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૯ના આશરે ૬૫ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયું હતું.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના માહિતી મદદનીશ કુ. રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓ સાથે પોતાની કારકિર્દી અંગે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં માહિતી ખાતાની ઉપયોગિતા વિશે જાણકારી આપી હતી. વધુમાં ક્લાસરૂમના ડિજિટલ બોર્ડ પર “મારી યોજના પોર્ટલ”ને મારફત સરકારના ૨૮ વિભાગોની ૬૦૦થી વધુ યોજનાઓની માહિતી મેળવવા અંગે વિસ્તૃત જાણકરી આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ખુબ રસ પડ્યો હતો. ઉપરાંત, માહિતી ખાતાની કામગીરી તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, દિપોત્સવી અંક અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ત્રણેય સ્કુલ્સની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપવામાં આવી હતી.

આ સેમિનારમાં શાળાના આચાર્ય શ્રી કેવિનભાઈ માકડિયા, સી.આર.સી. શ્રી તુષારભાઈ પાઠક, બી.આર.પી. શ્રી ડિમ્પલબેન વાગડીયા, શાળાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!