Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની જિલ્લાની વિવિધ શાળાઓમાં ઉજવણી કરાઈ

તા.14/11/2025
વાત્સલયમ્ સમાચાર
દેશભરમાં લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા તા.૧૦થી ૧૫ ઓક્ટોબર સુધી ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા અન્વયે રાજકોટ શહેરની સાધુ વાસવાણી સ્કુલ, જય કિશન સ્કુલ, ગાંધી જ્ઞાન મંદિર સ્કુલ, પી.એ. વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર-૯૩, ટી.એન.રાવ સ્કુલ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓને શ્રી સરદાર પટેલના જીવનના પ્રેરક પ્રસંગોથી અવગત કરવાયા હતા. તેમજ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં શાળાઓમાં રાષ્ટ્રગીત ગાવા માટે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા.
શાળાઓમાં સ્વદેશી વસ્તુઓને અપનાવવા “સાદ કરે છે સ્વદેશી” ગીતની ટૂંકી ફિલ્મ વિદ્યાર્થીઓએ બતાવવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગ પ્રોફેસર શ્રી પુનિતા, ગૃહમાતા દીપ્તિબેન, લાઈબ્રેરીયનશ્રી ચિરાગભાઈની સાથે ગુજરાત વિદ્યાપીઠના ૨૭ વિદ્યાર્થીઓ રાજકોટ શહેર અને લોધિકા તથા પડધરી તાલુકાઓની શાળા-કોલેજમાં વંદે માતરમ ગીત ગવડાવે છે અને ગાંધી સરદારના આદર્શોને પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે.



