Rajkot: એસ.એસ.સી.આઈ દ્વારા સિક્યુરીટી ટ્રેનિંગ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન

તા.૨૪/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તા. ૧ થી ૧૦ ડીસેમ્બર દરમ્યાન રાજકોટ જીલ્લામાં તાલુકા વાઈઝ શાળાઓમાં સિક્યુરિટી ટ્રેનિંગના કેમ્પ યોજાશે
Rajkot: એસ.એસ.સી.આઈ. (રીજીયોનલ સિક્યુરીટી એન્ડ ઈન્ટેલીજન્સ સર્વિસ ઈન્ડીયા લીમીટેડ) દ્વારા સિક્યુરીટી ટ્રેનિંગ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓ ખાતે કરવામાં આવ્યું છે.
આ કેમ્પનું સમય પત્રક આ મુજબ છે. જેમાં ૧ લી ડિસેમ્બર – ૨૦૨૫ ના રોજ પડધરી સરકારી હાઈસ્કૂલ ખાતે, ૨ જી ડિસેમ્બરના રોજ એચ.પી.ખીમાણી હાઈસ્કૂલ, લોધિકા ખાતે, ૩ જી ડિસેમ્બરના રોજ કમરીબાઈ હાઈસ્કૂલ, જેતપુર ખાતે, ૪ ડિસેમ્બરના રોજ ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજી ખાતે, ૫ ડિસેમ્બરના રોજ મ્યુનિસિપલ વિવિધલક્ષી વિદ્યાલય, ઉપલેટા ખાતે, ૬ ડિસેમ્બરના રોજ મોડેલ સ્કૂલ, જસદણ ખાતે, ૭ ડિસેમ્બરના રોજ શ્રી મહારાણા પ્રતાપ વિદ્યાલય, કોટડાસાંગાણી ખાતે, ૮ ડિસેમ્બરના રોજ જામકંડોરણા હાઈસ્કૂલ, જામકંડોરણા ખાતે , ૯ ડિસેમ્બરના રોજ મોંઘીબા હાઈસ્કૂલ ફોર ગર્લ્સ, ગોંડલ ખાતે અને તા. ૧૦ ડિસેમ્બર – ૨૦૨૫ ના રોજ કરણસિંહજી હાઈસ્કૂલ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૩ કલાક દરમ્યાન સિક્યુરિટી ટ્રેનિંગ માટેના કેમ્પ યોજાશે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.



