Rajkot: શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન
તા.૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
માહિતી વિભાગની કામગીરી, સરકારી યોજનાઓ અને પત્રકારત્વમાં ઉજ્જવળ કારકિર્દીની તકો વિશે ચર્ચા કરાઈ
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સહાયક માહિતી નિયામક શ્રી રાધિકાબેન વ્યાસ તથા માહિતી મદદનીશ શ્રી દિવ્યાબેન ત્રિવેદી દ્વારા પત્રકારત્વમાં અભ્યાસ અર્થ જોડાયેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પત્રકારત્વમાં અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના માહિતી વિભાગની કામગીરી, તેના હેતુઓ, કામગીરીના માધ્યમો વગેરે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસના પ્રથમ દિવસે આવકારી પત્રકારત્વ ક્ષેત્રમાં ભાષા સજજતા, લેખન, જનસંપર્ક,જાહેર ખબર વગેરે કામગીરી માહિતી વિભાગની કઈ કઇ શાખાઓ કરે છે તેમજ ક્યા પ્રકારે સંભાળે છે તે વિશે, અન્ય સરકારી યોજનાઓ તથા પત્રકારત્વ ક્ષેત્રમાં પી.આર.ઓ., એન્કર, કોપી રાઇટર વગેરે તકો વિશે સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લઈ વધુ માહિતી મેળવી હતી.
આ તકે, ભવનના અધ્યક્ષા શ્રીમતી ડો. નીતાબેન ઉદાણી, પ્રોફેસર સર્વ શ્રી તુષારભાઈ ચંદારાણા, શ્રી તૃપ્તિબેન વ્યાસ, શ્રી નિલેશભાઈ પંડ્યા, શ્રી જીતેન્દ્ર રાદડિયા, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.