Rajkot: રાજ્ય યોગ બોર્ડ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિન”ની ઉજવણી કરાઇ

તા.૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ જન જન સુધી સ્વાસ્થ્ય પ્રદાન કરવાના હેતુથી નિ:શુલ્ક યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડિયાએ જણાવ્યુ હતું કે, સ્ત્રીઓએ પોતાના પરિવાર અને કામોને સરખો ન્યાય આપવા જોઈએ કારણકે, આપણી પ્રગતિમાં આપણાં પરિવારનો સાથ હોય છે.
આ પ્રસંગ રે ડો.ભાવનાબેન જોશીપુરાએ મહિલાઓને જુસ્સાભેર એકબીજા સાથે હળીમળીને કાર્ય કરવાના સંકલ્પ કરાવ્યા હતા અને કાંતાબેન વાછાણીએ મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ માહિતી આપી હતી. અંધ મહિલા વિકાસ ગૃહની બે બાળાઓએ સુંદર ગીત રજૂ કર્યું હતું. યોગ કોચ અને તેના ટ્રેનર્સ દ્વારા યોગ કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. સમાજમાં પોતાના પ્રતિભા- કૌશલ્ય દ્વારા કાર્ય કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર મહિલાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની બહેનો આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. તેમણે સમાજ અને વિશ્વ માટે ફરજ બજાવવા સાત બાબતોને અપનાવવાના સંકલ્પ કરાવ્યા હતાં. જેમાં સેવ ધ ગર્લ ચાઇલ્ડ, શિક્ષણ જેથી સર્વાંગી સમજ કેળવી વિકાસ કરે, સેવ વોટર – પાણી બચાવો, સેનિટેશન પોતાના જ ઘરની સાથે રસ્તા જાહેર સ્થળોમાં સ્વચ્છતા રાખીએ અને બાળકોને શીખવીએ, સેલ્ફ રિલાઇન્સ – આત્મ નિર્ભર બનીએ, સેલ્ફ ડિફેન્સ – સ્વ રક્ષણ કરતાં શિખીએ અબળા નહીં સબળા બનીએ, સેલ્ફી વિથ ટ્રી- પર્યાવરણને બચાવવા સહિતની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ડો. પિનાબેન કોટક, શ્રી જયશ્રી દીદી, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રજ્ઞાબેન સેજપાલ, હીમરેશાબેન રાયચૂરા, શ્રી જ્યોતિબેન ટીલવા, શ્રી નિશાબેન ઠૂમ્મર, પ્રેસ મીડિયા પ્રભારી પારૂલ દેસાઇ અને નિતિન કેસરિયા, ગુજરાત રાજય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી, શ્રી પ્રજ્ઞાબેન સેજપાલ, શ્રી વંદનાબેન રાજાણી, શ્રી ગીતાબેન સોજિત્રા, શ્રી મીતાબેન તેરૈયા સહિત ૯૦૦ જેટલા યોગ બોર્ડના હોદ્દેદારો, ટ્રેનર્સ તેમજ તેમના સાધકો ઉપસ્થિત રહ્યા હતા.




