ARAVALLIGUJARATMODASA

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ અરવલ્લીમાં 6 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ અરવલ્લીમાં 6 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન આગામી 6 સપ્ટેમ્બર, 2025ના રોજ હોટલ નેશનલ, મોડાસા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લાના આર્થિક, ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે વિકાસની નવી તકો ખોલવા તેમજ રોકાણને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અરવલ્લી જિલ્લો પોતાની કૃષિ, ઔદ્યોગિક અને પર્યટન સંભાવનાઓ સાથે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવા સજ્જ છે.

આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રોકાણકારો માટે પ્રેરણાદાયી ઉદ્દબોધન આપશે, જ્યારે પર્યટન વિભાગ દ્વારા જિલ્લાની પર્યટન સંભાવનાઓને ઉજાગર કરતું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ થશે. આ ઉપરાંત, જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજિત 300 કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર થશે, જેના દ્વારા 1000થી વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. આ એમઓયુ જિલ્લાની આર્થિક સમૃદ્ધિ અને રોજગારી સર્જનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

કાર્યક્રમના ભાગરૂપે ખેતીવાડી નિકાસ, એમએસએમઈ ક્ષેત્ર, બેન્કિંગ સુવિધાઓ અને સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારો ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને રોકાણકારોને સરકારી યોજનાઓ અને નવી તકોની માહિતી પૂરી પાડશે. આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી જિલ્લો રાજ્યના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન વધુ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યો છે.અરવલ્લી જિલ્લા કલેક્ટરે તમામ હિતધારકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે.

 

Back to top button
error: Content is protected !!