BHARUCHNETRANG

નેત્રંગ : પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે તાલુકા કક્ષાએ થી આરોગ્ય વિભાગની ટીમે શાળાની મુલાકાત લીધી હતી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ : પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે તાલુકા કક્ષાએ થી આરોગ્ય વિભાગની ટીમે શાળાની મુલાકાત લીધી હતી. હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.ભાવિકા અને ડૉ.પ્રિતેશ તેમજ મેડિકલ સ્ટાફ જેયમતિ, ફાર્માસિસ્ટ રૂકમણી ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ બાળકોને આરોગ્ય લક્ષી સૂચનાઓ આપવામાં આવી હતી તથા દરેક વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા ઘણા વિદ્યાર્થીઓને દવાઓ આપીને આરોગ્યની કેવી રીતે કાળજી લેવી, તથા વિશેષ વિદ્યાર્થીનીઓને પોતાના શરીરની વિશેષ કાળજી કેવી રીતે લેવી *સિકલસેલ, રક્ત પિત્ત, કિશોર કન્યાઓને સમસ્યા અને નિવારણ, ચામડીના રોગો , બહેરાશ, બોલવામાં તકલીફ* બાબતે ચેક અપ કરી બાળકો અને શિક્ષકો મિત્રો નિદાન માટે માહિતિ આપી તે અંગે પણ સરસ મજાની રજૂઆત ડોક્ટર ભાવિકાએ કરી હતી, શાળાના આચાર્ય રંજનબેને તમામ ડોક્ટરોને પુષ્પગુચ્છ થી શાળા પરિવાર વતી સ્વાગત કર્યું હતું. ચોમાસામાં કે શિયાળામાં વિદ્યાર્થીમિત્રોએ પોતાના આરોગ્યની શરીરની કેવી રીતે કાળજી લેવી તે અંગે ખૂબ જ સરસ મજાનું બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!