GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભારતીય માનક બ્યુરો દ્વારા સ્ટાન્ડર્ડ માર્ક વિના ઉત્પાદન અને વેચાણ કરતી ઇન્ડસ્ટ્રીઝની વસ્તુઓ બાબતે દંડની એ કાર્યવાહી કરાઈ

તા.10/11/2025

વાત્સલયમ્ સમાચાર

રૂ.૩.૫ લાખની કિંમતના ફાઇબર રોપ્સના કુલ ૯૨૫ બંડલ જપ્ત કર્યા

Rajkot: ભારતીય માનક બ્યુરોની રાજકોટ શાખાએ શાપર (વેરાવળ) સ્થિત ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને માર્કા વગર વેચાતા ફાઇબર રોપ્સના રૂ.૩.૫ લાખની કિંમતના કુલ ૯૨૫ બંડલ જપ્ત કર્યા હતા.

ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉત્પાદિત થતા ફાઇબર રોપ્સ (પોલીપ્રોપીલીન રોપ્સ) પર માન્ય CM/I નંબર અને BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વેચાણનો વ્યવસાય કરવામાં આવતો હતો.

આ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝએ BIS એક્ટ, ૨૦૧૬ની કલમ ૧૭(૧)નું ઉલ્લંઘન કર્યું હતુ., જેથી, BIS એકટ, ૨૦૧૬ની કલમ ૨૯ હેઠળ ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સજાપાત્ર ઠેરવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વિવિધ કદના રૂ.૩.૫ લાખના ફાઇબર રોપ્સ (પોલીપ્રોપીલીન રોપ્સ)ના કુલ ૯૨૫ બંડલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી માનક બ્યુરોના અધિકારીઓ શ્રી સત્યેન્દ્ર કુમાર પાંડે, શ્રી પિયુષ ગેડિયા, શ્રી રાહુલ રાજપૂત, શ્રી શુભમ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય માનક બ્યુરો ગ્રાહકોને ISI-ચિહ્નિત વસ્તુઓના લાઇસન્સ નંબર અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે BIS કેર એપનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા થતા આવા દુરુપયોગથી સાવધ રહેવા અને ભારતીય માનક બ્યુરોના સંબધિત સરનામે જાણ કરવા સુચના આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!