GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા.8 માર્ચ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મુંદરાની ખારવા સમાજવાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આયુષ્યમાન આરોગ્ય મંદિર મુન્દ્રા-૨ના સામુદાયિક આરોગ્ય અધિકારી પંકજ તાવીયાડ તથા એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આરોગ્યતંત્ર દ્વારા સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટે દર વખતે શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે.શિબિરમાં સ્ત્રી આરોગ્ય કાર્યકર હર્ષિકાબેન ખારવાએ દરેક કિશોરીઓની આરોગ્ય તપાસ કરીને ડીઝીટલ મશીન દ્વારા લોહતત્વનું પ્રમાણ જાણ્યું હતું. જેમાં પાંડુરોગના લક્ષણો ધરાવતી કિશોરીઓને પોષણ શિક્ષણ આપીને હાજર રહેલ તમામ કિશોરીઓને સેનેટરી પેડ અને લોહતત્વની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશા કાર્યકર રાધિકાબેન સોની દ્વારા વજન-ઊંચાઈ કરી આરોગ્ય તપાસ કર્યા બાદ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ મોહનભાઈ કષ્ટાના સાથ સહકારથી સફળ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!