શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ગીતા જયંતી કાર્યક્રમ યોજાયો
14 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણમાં ગીતા જયંતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષિકા ડો. પન્નાબેન ઠાકરે શા માટે માગશર સુદ બારસના રોજ ગીતા જયંતી ઉજવવામા આવે છે તે બાબતે બાળકોને વિસ્તારથી સમજાવ્યું હતું. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદો, ગીતાના અધ્યાયો વિશે, શ્લોકો વિશે બાળકોને સમજાવ્યા હતા. તેમને બાળકોને જ્ઞાન કર્મ અને ભક્તિ વિશે ઉદાહરણ સહિત સમજાવ્યા હતા. આ ઉપરાંત સંચિત કર્મ વિશે ઉદાહરણ સહિત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગીતા એ માત્ર હિન્દૂ ગ્રંથ નથી પરંતુ સમગ્ર માનવ જાતિનો ગ્રંથ છે જેમાંથી જીવનની તમામ સમસ્યાનો ઉકેલ મળી રહે છે. ગીતાનું વાંચન કરવાથી કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે તે વિશે પણ વિસ્તૃતમાં બાળકોને માહિતગાર કર્યા હતા. શાળાની વિદ્યાર્થિની જીનલ ચૌધરીએ પણ ગીતા જયંતી વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડો. પન્નાબેન ઠાકર તેમજ તમામ શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.