GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “મિશન શક્તિ યોજના” હેઠળ થીમ આધારિત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા
તા.17/10/2025
વાત્સલયમ્ સમાચાર
મહિલાઓને મેન્ટલ હેલ્થ જાળવી રાખવા માર્ગદર્શન આપાયું
Rajkot: મહિલા સશક્તિકરણ માટે સંકલિત સેવાઓ પૂરી પાડતી મિશન શક્તિ પહેલના ભાગ રૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટના ઉપક્રમે “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા SBI RSETI રાજકોટ ખાતે જવેલરી મેકિંગ અને ફાસ્ટ ફૂડ અંગે તાલીમ મેળવી રહેલ બહેનોને મેન્ટલ હેલ્થ કેવી રીતે તંદુરસ્ત રાખી શકે તે અંગે માહિતગાર કરવામાં આવી હતી.
ડીસ્ટ્રીકટ મિશન કો ઑર્ડીનેટર જેવીના માણાવદરીયાએ રોજિંદા જીવનમાં નોકરી કે ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતાની મેન્ટલ હેલ્થ જાળવી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી બહેનોને વિવિધ એક્ટિવિટી કરાવીને તણાવ મુક્ત રહેવાની પધ્ધતિ શીખવી હતી.