કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ

તારીખ ૩૦/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ,ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ.પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે.અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.કાલોલ નગરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો,વડીલો,યુવાનો,માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા.શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી મહાલક્ષ્મી ચોક પાસે કાશ્મીર ખાતે પહેલગામ મા આંતકવાદીઓએ કરેલ નિર્દોષ હિન્દુઓની હત્યા ના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શોભાયાત્રા બાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ અને સમુહ સંધ્યા આરતી કરવામાં આવી હતી.





